કયા વિસ્તારોમાં છે આગાહિ
હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં 15 જૂન સુધી વરસાદની આગાહી કરી છે જેમાં સાબરકાંઠા સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે,તો 15 જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. તેમજ અમરેલીમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે
સાબરકાંઠામાં વરસાદ
સાબરકાંઠાના વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં પણ વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના શામળાજી પંથકમાં વરસાદ અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. શામળાજીના અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં વરસાદ
અમરેલીમાં સતત બીજા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ. ખાંભા ગીરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પ્રથમ વરસાદમાં ગામડાઓમાં પાણી ભરાયા. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.
માઉન્ટ આબુમાં વરસાદ
રાજસ્થાનમાં આબુરોડ, માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આબુ રોડ તળેટી તેમજ માઉન્ટ આબુમાં ભારે ગરમી બાદ વરસાદ જામ્યો હતો. વરસાદી માહોલથી પ્રવાસીઓ ખુશ જોવા મળ્યા હતાં.
જેતપુરમાં વરસાદ
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેતપુર તાલુકાના પ્રેમગઢ, મેવાસા સહિત પ્રેમગઢ ગામે વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો જેતપુરમાં ધોધમાર વરસાદથી વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતાં.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
અમરેલીમાં વીજપડી બાદ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. રાજુલાના મોટી ખેરારી, ભાક્ષી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વીજપડી, ઘાંડલા, છાપરી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. સાવરકુંડલાના વીજપડી,ખડસલી, છાપરી ગામમાં વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.