દલિત સમાજના લોકોની માંગ છે કે, આરોપી ગણેશને કડકમાં કડક સજા થાય. તો બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થનમાં અનેક ગામોએ બંધ પાળ્યો છે.
ગોંડલ: મળતી માહિતી પ્રમાણે NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી માર મારવા મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજાના વિરુદ્ધમાં ગોંડલમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે. આરોપી ગણેશ જાડેજાને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ ગણેશ જાડેજા જેલના સળિયા પાછળ છે. જે બાદ પણ દલિત સમાજનો રોષ સમ્યો નથી. આ લોકોની માંગ છે કે, આરોપી ગણેશને કડકમાં કડક સજા થાય. તો બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થનમાં અનેક ગામોએ બંધ પાળ્યો છે.
તો બીજી બાજુ ગણેશ ગોંડલના સમર્થનમાં અનેક ગામો જેમકે જામવાડી, અનિડાગામ સહિતના ગામોએ સજ્જડ બંધ પાળ્યો છે. તેમજ ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં બંધમાં જોડાયા છે. ત્યારે જામવાડી ગામના આગેવાન કહી રહ્યા છે કે, ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. આથી અમે તેમના સમર્થનમાં સ્વૈચ્છિક બંધ રાખ્યું છે. તેઓ અમારા દરેક કામમાં પડખે ઉભા હોય છે.
ગામના સ્વૈચ્છિક બંધ સાથે ગોંડલ APMC માર્કેટે પણ ગણેશ જાડેજાના સમર્થનમાં સજજડ બંધ રાખવામાં આવ્યું છે. યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટે પણ સમર્થન આપ્યું છે. જુનાગઢ જીલ્લાના અનુસુચિત જાતિના પ્રમુખના દીકરાનું અપહરણ કરી મારમારવાના કેસમાં ધાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે. અને ગોંડલ APMCના ચેરમેન કહી રહ્યા છે કે, ગોંડલના ગણેશ જાડેજા પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ગોંડલના લોકોએ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.