બહારનું ખાનારાઓને સાવધાન થવાની જરૂર છે. કેમ કે વડોદરા શહેરના તરસાલી હાઇવે પરની સર્વોત્તમ હોટલના સૂપમાંથી મૃત ગરોળી નીકળી છે. એક ગ્રાહકના સૂપમાંથી ગરોળી નીકળી હતી. આ અંગેની જાણ જ્યારે મેનેજરે કરી ત્યારે તેમણે માફી માંગી લીધી હતી. સૂપમાંથી ગરોળી નીકળતા આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ બાબતે મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના તરસાલી હાઈવે ઉપર આવેલી સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલ સૂપમાંથી મૃત ગરોળી નીકળી હતી. આ અંગે ગ્રાહકને ખબર પડતાં ગ્રાહકે હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો. જે બાદ મેનેજરે માંફી માંગી પરંતુ ગ્રાહકે કહ્યું કે અમારા પરિવારના સદસ્યોએ કશું થયું તો કોણ જીમ્મેદાર ?
ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટલો ઝીરો સાબિત થઈ છે. મેનેજર રસોડામાં આટો મારે તો સાચી હકીકત ખબર પડે.કોર્પોરેશનની ફુડ સેફ્ટીની ટીમો તહેવારો નજીક આવતા ચેકીંગ હાથ ઘરે છે. પરંતુ સામાન્ય દિવસોમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામા આવે તો સમગ્ર હકીકત બહાર આવે. બહારના ખાવાનામાંથી અનેક જીવાત કે વંદો કે ગરોળી નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. જેમા તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. તો પણ હોટલના માલિકોને જાણે કોઇનો ડર ન હોય તેમ સતર્ક થઇ નથી રહ્યા. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો હતો.