Delhi Water Crisis: દિલ્હી જળસંકટનો સામનો કરી રહ્યું છે. તેમજ પાટનગરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ભારે તંગી છે. તાજેતરના કેસમાં, સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં જળ સંકટની નોંધ લીધી છે તે સમયે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઘણા પ્રશ્નો પૂછ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે ટેન્કર માફિયા પર સવાલો ઉઠાવ્યા અને દિલ્હી સરકારને પૂછ્યું કે શું ટેન્કર માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકાર પર કડક સૂરમાં ટિપ્પણી કરી હતી કે જો તમે ટેન્કર માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા તો અમે દિલ્હી પોલીસને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહીશું. તેમજ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પણ પૂછ્યું કે તેણે પાણીનો બગાડ રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે. આના પર, દિલ્હી સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ આ પગલાં અંગે સોગંદનામું દાખલ કરશે કારણ કે તેઓએ મોટા પાયે કનેક્શન કાપવા અને પાણીનો બગાડ રોકવા સહિતના ઘણા પગલાં લીધા છે.