શહેરમાં અનેકે ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો બીમારીના નામે લૂંટ ચાલાવે છે આવી એક હોસ્પિટલ આવેલ છે અમદાવાદ બાવળા હાઇવે પર અહીં આવેલ કેર એન્ડ ક્યોર હોસ્પિટલને લઇ અનેક ફરીયાદો સામે આવી રહી છે. આ હોસ્પિટલમાં સામાન્ય બિમારીમા પણ દર્દીને ICUમાં દાખલ કરી પૈસાની લુટ ચલાવામાં આવે છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાડં બાદ હોસ્પિટલો તેમજ દરેક જગ્યાએ ફાયર એનઓસી ફરજીયાત છે અઝી ફાયર એનઓસી છે કે નહિ તે દૂરની વાત છે પણ અહીં હોસ્પિટલમાં હાલના સમયમાં પણ એક્સપાયર થયેલ ફાયરના સાધનો છે અને જો ના કરે નારાયણ અને આ હોસ્પિટલમાં આગ લાગે તો મોટી સંખ્યામાં દર્દીઓ અને ત્યાં લેતા લોકોના જીવનનો જોખમ મુકાય આમ આ હોસ્પિટલ દર્દીઓ અને સ્વજનો પ્રત્યે બેદરકાર જણાય છે
હોસ્પિટલમાં લોકો પોતાના ઈલાજ માટે તેમજ એ ડોક્ટરને ભગવાન માનીને જતા હોય છે પણ આ હોસ્પિટલમાં તો ડોક્ટરો ભગવાન નહીં પરંતુ યમરાજ રૂપી સાબિત થતા હોય તેવું લાગે છે કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો દર્દીને રોગ થયો હોય તે દર્દીને ICU રૂમમાં ભરતી કરી દેવામાં આવે છે તાજેતરમાં જ એક યુવાન હાથ અને મોઢા પરસામાન્ય દાઝી જતા તેના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં આ હોસ્પિટલની મોટી બેદરકારીઓ સામે આવી છે આ દર્દીની સાથે આવેલા લોકોએ જ્યારે હોસ્પિટલમાં દર્દીને ભરતી કર્યો ત્યારે તેને સામાન્ય રૂમમાં રાખવામાં આવ્યો હતો અને તેનો પ્રાથમિક ઇલાજ કર્યો પરંતુ જેવી જ ડોક્ટરોને ખબર પડી કે આ લોકો પાસે થી અઢળક રૂપિયો મેળવી શકાય છે તો પૈસાની ધોર લાલચમાં આવીને આ ડોક્ટર એ આ પેશન્ટને ICU ભરતી કરી દીધો અને જ્યારે તેમની પાસે દર્દીના સગા વાલા એ જવાબ માંગ્યો ત્યારે તેમને ઉડાવ જવાબ આપી બોલાચાલી પર ઉતારી આવ્યા એટલેજ નહિ દર્દીને તાતકાલિક લઇ જવા દબાણ કરવામાં આવ્યું
વધુ તપાસ કરતા આ હોસ્પિટલ સ્વચ્છતાના નામે તો પોતાની બેદરકારી લોકોને દેખાડતી જ હતી પરંતુ દર્દીની આજુબાજુમાં દવાખાનામાં વપરાયેલા સામાન જેવા કે ઇન્જેક્શન વપરાયેલા પાટાઓ તેમજ વિવિધ પ્રકારની અલગ અલગ દવાઓનો કચરો દરેક દર્દીના બેડ ની આજુબાજુમાં જોવા મળે જ્યાં દર્દીઓ સાજા થવા માટે આવે છે ત્યાં આ હોસ્પિટલ દર્દીઓને મોતના મોઢા સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. હોસ્પિટલ ની વધુ તપાસ કરતા તેના બાથરૂમ તેમજ શૌચાલયમાં ગંદા લોહી વાળા ડાઘા જોવા મળ્યા તેમ જ ઘણી જગ્યાએ હતું લોહીવાળું પાણી ભરેલું પણ છો જેની આજુબાજુ માખી મચ્છર નો ઢગલો ભેગો થઈ ગયો હતો.
આ હોસ્પિટલની બેદરકારીઓ ગણાવી એટલી ઓછી છે પરંતુ ચર્ચા એ વાતની છે કે હવે શું તંત્ર આ હોસ્પિટલ ઉપર કોઈપણપ્રકારના એક્શન લેશે કે પછી રાજકોટના અગ્નિકાંડ કે પછી રાજ્યમાંથી આવતા હોસ્પિટલોની બેદરકારીના ઢગલાબંધ કાર્ડની જેમ મિસ્ટર ઈન્ડિયા સમજીને અન દેખો કરશે.