આજનો શનિવાર લાગે છે રાજય માટે કાળો દિવસ સાબિત થતો જાય છે. સવારમાં સુરત શહેરમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો અને ત્યાર બાદ અમદાવાદના વસ્ત્રાલમાં એક હચમચાવે એવી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે 20 વર્ષીય યુવકે મેટ્રો સ્ટેશન પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ, યુવકે આર્થિક તંગીના કારણે કંટાળીને આ પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે.
પહેલા વહેલી સવારે સુરતના ખરાબ સમાચાર અને ત્યાર બાદ હવે અમદાવાદના વસ્ત્રાલમાં એક આશાસ્પદ યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. 20 વર્ષીય યુવકે મહાદેવનગર મેટ્રો નજીક મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા રામોલ પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય ધ્રુવ પરમાર તરીકે થઈ છે. ધ્રુવ પરમાર અમરાઈવાડીનાં કાદરી વકીલની ચાલીનો રહેવાસી હતો.
મળતી માહિતી પ્રમાણે ધ્રુવ પરમાર છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીથી પરેશાન હતો. આથી, કંટાળીને યુવકે મેટ્રો સ્ટેશન પરથી મોતની છલાંગ લગાવી હોવાનું હાલ સામે આવ્યું છે. રામોલ પોલીસે મૃતકના શવને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. પોલીસે યુવકનાં મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસ આદરી છે.