મળતી માહિતી પ્રમાણે ઈટાલીમાં જી7ની બેઠક 13 જૂનથી શરૂ થઈ હતી. કોન્ફરન્સમાં પહોંચેલા નેતાઓનું સ્વયં જ્યોર્જિયા મેલોનીએ સ્વાગત કર્યું હતું. આ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. હવે તેણે એક પોસ્ટમાં જણાવ્યું છે કે તેમની મુલાકાત કેવી રહી હતી.
ઈટાલીમાં G7 શિખર સંમેલનનું ખૂબ જ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, બ્રાઝિલ અને જોર્ડનના નેતાઓ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સહિત ઘણા નેતાઓ સાથે વાત કરી અને ફોટો પણ પડાવ્યો.
પીએમ મોદીએ X પર ઈટાલીનો ફોટો શેર કર્યો છે. અને લખ્યું કે “ઇટલીમાં વાટાઘાટો ચાલી છે… રાષ્ટ્રપતિ @LulaOfficial, રાષ્ટ્રપતિ @RTERdogan અને હિઝ હાઇનેસ શેખ @MohamedBinZayed સાથે ખૂબ સારી વાતચીત થઈ,”