મળતી માહિતી પ્રમાણે આ ચાર મહિના વન વિભાગ દ્વારા જંગલના રસ્તાઓની સફાઇ અને વૃક્ષોની દેખરેખ અને તેમના સંવર્ધન જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે આજથી ગીર અભ્યારણ્યમાં આજથી સિંહ દર્શન નહી કરી શકાય, ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ ગીર અભ્યારણયમાં સિહોનું વેકેશન શરૂ થઈ જાય છે, તેમજ ચાર મહિના ચોમાસામાં સિહોનો સંવનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે આ ચાર મહિના વન વિભાગ દ્વારા જંગલના રસ્તાઓની સફાઇ અને વૃક્ષોની દેખરેખ અને તેમના સંવર્ધન જેવી પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે.
દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા ગીરના સિંહોનું વેકેશન શરૂ થાય તે પહેલા જ પ્રવાસીઓનો ધસારો ખૂબ જ રહે છે.. ઉપરાંત આ વર્ષે સિંહ દર્શન કરનાર પ્રવસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે..તેમજ દેવળીયા સફારી પાર્ક માં પણ સિંહ દર્શન કરવા આવતા ટૂરિસ્ટોમાં પણ ખૂબ જ વધારો થયો છે. ચાલું વર્ષમાં જોઈએ તો જનરલ સફારી 2 લાખ લોકો, દેવળિયા સફારી પાર્કમાં 6 લાખ 88 હાજર લોકોએ મુલાકાત લીધી હતી. જો કે પ્રવાસીઓ માટે દેવળીયા સફારી પાર્ક ખુલ્લુ રહેશે.. આ ચાર માસ દરમ્યાન પ્રવાસીઓ જો સિંહ દર્શન કરવા માંગતા હોય તો તેઓ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઇ શકશે.