ઈન્ટરનેશનલ યોગા ડે થોડા જ દિવસોમાં આવવાનો છે.આ અવસર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજ એક યોગાસનનો વીડિયો શેર કરે છે. વીડિયોમાં તેમનું AI વર્ઝન યોગાસન કરતું જોવા મળી રહ્યું છે. સાથે જ તે યોગાસનના ફાયદા પણ જણાવે છે.
આ આસનને કરવા માટે સૌથી પહેલા સીધા ઉભા રહો.
પોતાના બન્ને હાથથી પોતાની કમરને સહારો આપો.
ધ્યાન રાખો કે તમારી બધી આંગળીઓ જોડાયેલી હોય જેથી કમરને સારી તેની પકડ મળી શકે.
હવે ધીરે ધીરે શ્વાસ લેતા ધીરે ધીરે માથાને પાછળની તરફ નમાવો
માથાને એટલું નમાવો કે તમારી ડોકના મસલ્સ પર ખેંચાણ અનુભવ થાય.
સામાન્ય શ્વાસ લો અને છોડો.
આ સ્થિતિમાં 10થી 30 સેકન્ડ સુધી આરામ કરો.
10થી 30 સેકેન્ડ સુધી રહ્યા બાદ એક ઊંડો શ્વાસ લેતા ધીરે ધીરે ફરી સીધા થઈ જાઓ.
આ સાથેજ આપને અર્ધ ચક્રાસનના ફાયદા જણાવીએ તો અર્ધ ચક્રાસન તમારી કરોડરજ્જૂને લચીલુ બનાવે છે.મેરૂ તંત્રિકાઓ એટલે કે સ્પાઈન નર્વ્સને મજબૂતી આપે છે.આ આસન શ્વાસ લેવાની ક્ષમતાને વધારે સારી કરે છે.સર્વાઈકલ સ્પોન્ડલાઈટિસ એટલે કે ડોકમાં આરામ આપે છે.નિયમિત કરવાથી પીઠ અને ગળામાં આરામ મળે છે.
નરેન્દ્ર મોદીએ ભદ્રાસનનો પણ વીડિઓ મુક્યો છે.ભદ્રાસનનો અભ્યાસ કરવાથી સાંધા મજબૂત થાય છે અને ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. તે પેટની સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.