ઇટાલી બોટ અકસ્માત ઇટાલી નજીક ભૂમધ્ય સમુદ્રમાં બે બોટ અકસ્માતમાં અગિયાર પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. 66 લોકો ગુમ છે. જેમાંથી 26 બાળકો છે. આ અકસ્માતમાં અફઘાનિસ્તાનનો એક આખો પરિવાર પણ માર્યો ગયો હોવાની આશંકા છે. એક બોટ લિબિયાથી અને બીજી તુર્કીથી નીકળી હતી. બોટના ડેકમાં 10 મૃતદેહો ફસાયેલા મળી આવ્યા હતા.
ઇટાલીના દક્ષિણ કિનારે બે બોટ ડૂબી જતાં 11 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ગુમ છે. જેમાં 26 બાળકોનો પણ સમાવેશ થાય છે. તે તમામ સ્થળાંતર કરનારા હતા. મળતી માહિતી પ્રમાણે એક બોટ લિબિયાથી અને બીજી તુર્કીથી નીકળી હતી. તેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇજિપ્ત અને સીરિયાના લોકો હતા.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ડૂબતી લાકડાની બોટમાંથી 51 લોકોને બચાવ્યા છે. જેમાંથી બે બેભાન હતા. બોટના નીચેના ડેકમાં 10 મૃતદેહો ફસાયેલા મળી આવ્યા હતા. સહાય જૂથે જણાવ્યું હતું કે બચી ગયેલા લોકોને ઇટાલિયન કોસ્ટ ગાર્ડને સોંપી દેવામાં આવ્યા છે. આ બોટ તુર્કીથી નીકળી હતી. પરંતુ આગ લાગ્યા બાદ તે દરિયામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં 66 લોકો ગુમ છે. એક મહિલાની લાશ મળી આવી છે. અને ઈટાલિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 11 લોકોને બચાવી લેવાયા હતા. ક્રેશમાં બચી ગયેલા લોકોએ અહેવાલ આપ્યો છે કે 66 લોકો ગુમ છે. તેમની વચ્ચે ઓછામાં ઓછા 26 બાળકો છે. કેટલાક બાળકો માત્ર થોડા મહિનાના હોય છે.
આ દુર્ઘટનામાં અફઘાનિસ્તાનના એક આખા પરિવારના મોતની આશંકા છે. આ પરિવાર આઠ દિવસ પહેલા તુર્કી છોડીને ગયો હતો. તેમની પાસે લાઈફ જેકેટ પણ નહોતા. તેમજ બીજા જહાજ ભંગાણમાં ફસાયેલા પ્રવાસીઓ ઈરાન, સીરિયા અને ઈરાકથી આવ્યા હતા. ભૂમધ્ય સમુદ્રનો આ જળમાર્ગ વિશ્વનો સૌથી ખતરનાક સ્થળાંતર માર્ગ બની ગયો છે.
2014 થી અત્યાર સુધીમાં 23,500 થી વધુ સ્થળાંતર કરનારાઓએ આ પાણીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં લિબિયાના દરિયાકાંઠે 11 મૃતદેહ મળી આવ્યા હતા. ગયા વર્ષે, તુર્કીથી
નીકળેલી એક સ્થળાંતરિત બોટ કેલાબ્રિયાના કુટ્રો શહેર નજીક ખડકો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 94 લોકોના મોત થયા હતા.