ગુજરાતમાં કેટલાય સમયથી ટેટ ટાટ ઉમેદવારો (TAT TET candidates) આંદોલન કરી રહ્યા છે. તેમજ સરકાર તરફથી ઉમેદવારોને 15 જુન સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાહેધરી આપવામા આવી હતી. જો કે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામા આવી નથી. જ્યારે ઉમેદવારો તેમને આ અંગે રદુઆત કરવા માટે જાય છે તેમને યોગ્ય જવાબ પણ આપવામા આવતો નથી. ત્યારે હવે ફરી એક વાર ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલનનુ શસ્ત્ર ઉપાડીયું છે. ત્યારે ઉમેદવારોને રાજકીય પક્ષોનો પણ સહયોગ મળી રહ્યો છે. આજે યોજાનારા આ આંદોનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે.
જિગ્નેશ મેવાણી અને યુવરાજસિંહ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા જેનો વિરોધ ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. કરાર આધારીત નોકરીનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી. ટેટ ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી ભરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. મહત્વનું છે કે આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
અનેક વખત રજૂઆત
મળતી માહિતી પ્રમાણે આની પહેલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત પ્રયત્નો કરવામાં આવ્યો હતો રજૂઆત કરવાનો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આજે આંદોલન કરવામાં ઉમેદવારો સફળ થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. આ મામલે તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..