મળતી માહિતી પ્રમાણે મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરલે છે અને મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે.
આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે નવસારી વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું, અને ફિલ્મ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.
જેને લઇને મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે. વૈષ્ણવ સંપ્રદાયે જિલ્લા કલેકટરને આવેદન આપી ફિલ્મના રિલીઝને રોકવા લેખિતમાં રજૂઆત કરી છે. ફિલ્મમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય દર્શાવ્યો હોવનો વૈષ્ણવ સંપ્રદાયો આરોપો લગાવ્યો છે. તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનો અને ગુરૂ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો.
વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે, વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે. આટલું જ નહીં ફિલ્મને હિત કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે. જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચડવાની પ્રવૃતિ બંધ થાય.