અયોધ્યા રામ મંદિરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ UPના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થિત રામ મંદિરમાં એક SSF જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું છે . પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના સવારે 5.25 વાગ્યે બની હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ સંભળાયો કે તરત જ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ સૈનિકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો હતો. જવાનની ઓળખ 25 વર્ષીય શત્રુઘ્ન વિશ્વકર્મા તરીકે થઈ છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ રામજન્મભૂમિ સંકુલમાં ખળભળાટ મચી ગયો હતો.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું ગોળી વાગતાં મોત થયું છે. આ ઘટના બુધવારે સવારે 5.25 કલાકે બની હતી. આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું. 25 વર્ષીય શત્રુઘ્ન આંબેડકર નગરનો રહેવાસી હતો. સવારે રામમંદિર પરિસરમાં ગોળીનો અવાજ સંભળાયો હતો અને સાથી સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેણે જોયું કે શત્રુઘ્ન લોહીના ખાબોચિયામાં પડેલો હતો. તેને ગોળી વાગી હતી. સાથી સૈનિકો તેને હોસ્પિટલ લઈ ગયા. અહીંથી ઘાયલ સૈનિકને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સૈનિકના મોતથી અયોધ્યા મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આઈજી અને એસએસપી ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે જાતે ઘટના સ્થળે તપાસ કરી હતી. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.