વડોદરા: રાજકોટ અગ્નિકાંડ પછી હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ.
હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે. તેમજ સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ. તેમજ આગા લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી. હોસ્પિટલના ENT વિભાગમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે હોસ્પીટલમાં આવી બેદરકારી કેવી રીતે થઈ શકે? હજુ રાજકોટ અગ્નિકાંડની આગ બુઝી પણ નથી ત્યારે બીજો એક અગ્નિકાંડ થતા રહી ગયો છે.