Bhikhu Singh Parmar’s Health Deteriorated : ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ ભીખુસિંહ પરમારનું અચાનક બ્લડ પ્રેશન વધી જતાં તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી
રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની આજે સવારે અચાનક તબિયત લથડી હતી. ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાન ખાતે ચા-નાસ્તા દરમિયાન તબિયત લથડી હતી. બ્લડપ્રેશર હાઇ થતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.