શત્રુઘ્ન સિંહાને સોનાક્ષી સિન્હાના ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને કેટલાક વાંધા અને નારાજગી હતી, જે લગ્નમાં બનતી ખૂબ જ સામાન્ય બાબત છે. લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે, પરંતુ શત્રુઘ્ન સિન્હાના સાળા ઈકબાલ રતનસીએ સ્પષ્ટ કહ્યું છે કે આવું કંઈ નહીં થાય. હવે બંને પરિવારો વચ્ચે બધુ બરાબર છે. અભિનેત્રીની હલ્દી સેરેમનીની નવી તસવીર સૌનું ધ્યાન ખેંચી રહી છે. સોનાક્ષીની હલ્દી સેરેમનીમાં પરિવાર અને નજીકના લોકોએ હાજરી આપી હતી. હલ્દી સેરેમનીની લેટેસ્ટ તસવીરમાં સોનાક્ષી અને ઝહીર મિત્રો સાથે પોઝ આપતા જોવા મળે છે. ઝહીરની બાજુમાં ઉભેલી સોનાક્ષી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે, જ્યારે વરરાજા ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તામાં હેન્ડસમ લાગે છે.
ઝહીરની બહેન સનમ રતનસીએ સોનાક્ષીની મહેંદી સેરેમનીની તસવીર પોસ્ટ કરી હતી. આમાં પણ, કપલ પરિવાર અને મિત્રોથી ઘેરાયેલું ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હાએ સ્વીકાર્યું હતું કે બંને પરિવારો વચ્ચે કેટલીક બાબતોને લઈને તણાવ હતો. સોનાક્ષીના પિતા શત્રુઘ્ને પણ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 23 તારીખે લગ્ન નહીં પરંતુ રિસેપ્શન છે. તેણે કહ્યું, ‘પરિવારના કોઈ સભ્યએ લગ્નની તારીખ વિશે જાણ કરી ન હતી. કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક લોકો અંગત પારિવારિક બાબતને વધુ પડતું મહત્વ આપતા હોય છે.
સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં બોલિવૂડના ઘણા લોકો હાજરી આપી રહ્યા છે. કપલની નજીકના એક સૂત્રએ ન્યૂઝ18ને જણાવ્યું કે આયુષ શર્મા, હુમા કુરેશી અને વરુણ ધવન લગ્નમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સલમાન ખાનને લગ્નનું આમંત્રણ મળ્યું છે. સોનાક્ષી સિંહાએ ‘હીરામંડી’ કોસ્ટાર ફરદીન ખાન, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ મહેતા સહિત ઘણા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે. તેના સારા મિત્ર યો યો હની સિંહે પણ અભિનેત્રીના લગ્નમાં હાજરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.