રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.. હવામાન વિભાગે માહિતી પ્રમાણે આજે સવારે રાજ્યના ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે. સવારે મેઘરવો આવ્યો હતો જે બે થી ત્રણ દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય. મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજવો.
હવામાન વિભાગે માહિતી તારીખ ૨૫ – ૨૬ જૂનથી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. ૨૮ જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના છે..ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા વગેરેમાં વરસાદ આવી શકે છે.
બોટાદ અને ભાવનગર માં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. ૨૮ થી ૩૦ જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા, મહેસાણા, પાટણ સમી હારીજ વિસનગર સહિતના વિસ્તારમાં સારો વરસાદ થશે
પંચમહાલના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અરવલ્લી સાબરકાંઠા તથા કચ્છના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂલાઈ ના પ્રથમ સપ્તાહ માત્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયો માં પાણીની આવક વધી શકે. તેમજ મધ્ય ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે . દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે.