રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF સતર્ક છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના 4 જિલ્લામાં NDRFની 4 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દ્વારકા અને ભાવનગરમાં એક-એક ટીમ જ્યારે નર્મદા જિલ્લામાં NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે. તેમજ રાજ્યના હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને અત્યારસુધીમાં કુલ 7 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જેથી કુદરતી આફતની પરિસ્થિતિમાં રાહતકાર્ય કરવામાં આસાની રહે.
ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જવા માટે NDRFની ટીમ રવાના કરી દેવામાં આવી છે. અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. જેથી સ્થિતિને કાબુમાં રાખવા માટે NDRF ની ટીમ તૈયાર થઈ ગઈ છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ ખાતે ટીમ રવાના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેથી વડોદરાથી NDRFની 7 ટીમ ભારે વરસાદની આગાહીને લઈને રવાના કરવામાં આવી છે. નોંધનીય છે કે, જરોદ હેડ ક્વાર્ટરથી NDRFની 7 ટીમ રવાના કરવામાં આવી છે.
રાજ્યના ચાર શહેરોમાં NDRFની ટીમ રવાના કરાઈ છે. મળતી જાણકારી પ્રમાણે સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા માટે NDRFની ટીમ રવાના થઈ છે. આ પહેલાની વાત કરવામાં આવે તો અહીંથી અગાઉ વલસાડ, કચ્છ અને રાજકોટમાં પણ એનડીઆરએફની ટીમ મોકલાઈ હતી. નોંધનીય છે કે, રાજયમાં સાર્વત્રિક વરસાદને લઈ NDRF એલર્ટ થઈ ગયું છે. જેથી NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ અને ભાવનગરમાં એક-એક ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે દ્વારકા અને નર્મદામાં પણ એક-એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. વરસાદની સ્થિતિને જોતા અગમચેતીના ભાગ રૂપે NDRFની ટીમ તૈનાત કરાઈ છે.