ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ડિસ્ચાર્જ થયા બાદ સ્વદેશ પરત ફર્યા છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ગુરુવારે બપોરે તેને રજા આપવામાં આવી હતી. એઈમ્સના એમએસ ડો. સંજય લાલવાણીએ આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીની હાલત સ્થિર થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ ડો. લાલવાણીએ કહ્યું કે યુરોલોજી સંબંધિત કેટલીક સમસ્યાને કારણે પૂર્વ નાયબ વડાપ્રધાનને એમ્સના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં યુરોલોજી વિભાગના ડોકટરોએ તેમને નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. હાલમાં અડવાણીની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે.