રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આજે 10 જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. આ 10 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે સુરત, ભરૂચ, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર મહિનામાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારો, ઝારખંડ, બિહારના બાકીના વિસ્તારો, રાજસ્થાનના બાકીના વિસ્તારો, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે…