ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. અડવાણીને જેરીયાટ્રીક વિભાગના ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
વાસ્તવમાં, 96 વર્ષીય અડવાણી વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેથી સમય-સમય પર તેમનું ઘરે તપાસ કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે રાત્રે તેમને થોડી સમસ્યા થઈ, જેના પછી તરત જ તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા.