સમગ્ર ગુજરાતમાં અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના નેતાએ બર્થ ડે સેલિબ્રેશન કરતા નવો વિવાદ સામે આવ્યો છે ત્યારે આ મામલે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. અને વિપક્ષ પણ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે ત્યારે જેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો તે ભાજપના કાર્યકર અને સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલ હિમાંશુ ચૌહાણ આ મામલે મોટો ખુલાસો કર્યો છે
હિમાંશુ ચૌહાણ સ્પષ્ટ વાત કરતા કહ્યું છે કે રથયાત્રા પહેલા કોમી એકતા વધારવા માટે 23 જૂને રક્તદાન શિબિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને આગળ જણાવ્યું હતું ભાજપ કલ્ચરના સહયોગથી આ પ્રયાસ ગત શરૂ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોએ ભાગ લીધો હતો મુસ્લિમ સમાજ દ્વારા 500 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. જેથી આ વર્ષે પણ એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને કેમ્પમાં 750 ની આસપાસ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું તેમજ આગળ વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે ત્યારે રકતદાન કેમ્પની મળેલી સફળતાથી ત્યાં કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેજ દિવસે મારો જન્મદિવસ હોઈ મારા હાથે કેક કટિંગનો આગ્રહ કરવામાં આવ્યો હતો આમ કોઈ ખાસ જન્મદિવસની ઉજવણી અંગત રીતના પોલીસ ચેમ્બરમાં કરવામાં આવી નથી.હિમાંશુ ચોહાણે જણાવ્યું હતું કે આ કેક પણ એક સ્થાનિક પરિવાર લઈને આવ્યા હતા ત્યારબાદ આ કેક કટિંગ કરવામાં આવી હતી જેમેણે પણ આ વીડિઓ વાયરલ કરેલ છે તે અધુરો છે એડિટ કરી અમદાવાદ પોલીસ અને મને બદનામ કરવાના આશ્રય સાથે કરવામાં આવેલ છે
હિમાંશુ ચૌહાણના ખુલાસાથી આ કેસમાં નવો વળાક આવ્યો છે પરતું હવે આ ખુલાસાથી કઈ બાબતનું સ્પષ્ટીકરણ થાય તે જોવાનું રહ્યું