મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી.
મુંબઈથી લગભગ 400 કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે (સમૃદ્ધિ મહામાર્ગ) પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. તેમજ અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ક્રેન લગાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.