UGC NET Exam New Dates: પેપર લીક વિવાદ વચ્ચે NTA દ્વારા UGC NET પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ આ મહિનાની 18 તારીખે યોજાનાર UGC NET પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે રદ કરી દીધી હતી.
શુક્રવારે રાત્રે, UGC NET પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરી હતી જે કાં તો રદ કરવામાં આવી હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી. તદનુસાર, UGC-NET હવે 21 ઓગસ્ટ-4 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
NTAએ પરીક્ષાનું નવું કેલેન્ડર જાહરે કર્યું
NTAના નવા કેલેન્ડર મુજબ, જોઈન્ટ CSIR UGC પરીક્ષા હવે 25 જુલાઈથી 27 જુલાઈ, 2024 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા પણ માત્ર ઓનલાઈન જ રહેશે. આ ઉપરાંત NCET પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે 10મી જુલાઈએ લેવામાં આવશે. ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એન્ટ્રન્સ ટેસ્ટ પહેલાની જેમ 6 જુલાઈના રોજ લેવામાં આવશે.