ગુજરાત રાજયમાં સરકાર વિકાસની વાતો કરે છે. તેમજ ગુજરાતને દેશમાં વિકાસ મોડલ ગણાવે છે. તેમજ ગુજરાતના ધારાસભ્યો હવે ચોઘડિયા જોવાની વાતો કરે છે. સામાન્ય રીતે તો પ્રજાના પ્રશ્નો હલ કરવા એ ધારાસભ્ય અને સાંસદોથી લઇ દરેક નેતાની ફરજમાં આવે છે. પરંતુ જો તમે ધારાસભ્ય પાસે તમારા પ્રશ્નો લઈને જાઓ અને તેઓ એવું કહે કે ચોઘડિયું આવશે એટલે કામ થઇ જશે. તેમજ જો તમને આવું સાંભળવા મળે તો કંઈ નવાઈ નથી. આ મામલો અમરેલીથી સામે આવ્યો છે. જ્યાં ગઈકાલે વેપારીઓએ ગંદા પાણીથી ઉભરાતી ગટરોને લઈને અમરેલીના લીલીયામાં બંધની એલાન કર્યું હતું.
અમરેલીના લિલિયામાં ઉભરાતી ગટરથી અને ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લીલીયા વાસીઓએ અનેકવાર રજૂઆત કરી હતી. છતાં કોઈ નિરાકરણ ન આવતા લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એ જ સાથે જ્યારે લીલીયા શહેર સજ્જડ બંધ રહેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત લીલીયા પહોંચ્યા હતા.
તેમજ ધારાસભ્ય મહેશ કસવાલાએ વેપારીઓને આ પ્રશ્નનું ઝડપથી નીરાકરણ આવે તેની હૈયા ધારણા આપી હતી. પરંતુ જ્યારે તે લોકોને સમજાવતા હતા ત્યારે તેના મોઢેથી પોતાની જ સરકારની વરવી વાસ્તવિકતા નિકળી ગઈ. ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે, સરકાર અત્યારે તો મારુ પણ નહી સાંભળે. સરકારને જ્યારે ઈચ્છા થશે ત્યારે જ તે કામ કરશે. હું કે તમે ગમે તેટલા ધમપછાડા કરીશું. જયારે ચોઘડિયું આવશે એટલે કામ થઇ જશે. આવેદનપત્ર આપીશું પણ કામ તો જ્યારે સરકારને કરવું હશે ત્યારે જ કરશે.. એટલે રાહ જુઓ થઈ જશે કામ. કોઈ પણ વાયદો કેમ ન કરે કોઈ ઉપર ભરોસો ન કરતા. કામ થશે પણ ધીમે ધીમે.