T20 વર્લ્ડ કપ 2024 IND vs SA ફાઇનલ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂને રમાશે. જોકે, ફાઈનલ મેચનો સમય ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે , હવે ફાઇનલ મેચ 8 વાગ્યે નહીં પરંતુ આ સમયે શરૂ થઈ શકે છે ફાઇનલ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાનારી ફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડવાની 78 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં જો મેચ શરૂ થતા પહેલા વરસાદ પડે છે તો મેચનો સમય 8 થી 10 વાગ્યા સુધી વધારી શકાય છે.