ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસું વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. નવસારીમાં 4.2 ઈંચ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
તેમજ સાબરકાંઠાની હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરનાં કેલાવા, ખોખરા, સહિત ઉપરવાસમાં ભારે વરસાદ છે, ત્યારે ભારે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઇ છે. બીજી વાર નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.