દેશની રાજધાની દિલ્હીમાં એરપોર્ટની છત ધરાશાયી થયા બાદ હવે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. હિરાસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ-ડ્રોપ એરિયાની ઉપરની કેનોપી તૂટી પડી હતી. રાહતના સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે પીકઅપ એન્ડ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે પવન સાથે વરસાદના કારણે આ દુર્ઘટના થઈ છે. અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.