આંધ્રપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી શ્રીનિવાસનું નિધન થયું છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શનિવારે સવારે 3 વાગ્યે હાર્ટ એટેક આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 76 વર્ષના હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ધર્મપુરી શ્રીનિવાસનું હૈદરાબાદમાં નિધન થયું છે. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ગઈકાલે રાત્રે તેમને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીનિવાસ હૈદરાબાદમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સંયુક્ત આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન હતા.