NEET UG રિ-પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. NTAએ આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ (NEET UG) 2024 રિટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ રિટેસ્ટ 1563 ઉમેદવારો માટે લેવામાં આવી હતી. આ રિટેસ્ટમાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET પર જઈને તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. તેમજ તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 23 જૂને 1563 ઉમેદવારો માટે લેવામાં આવી હતી. આ પરીક્ષામાં માત્ર 813 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેનું પરિણામ આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
અહીં સીધી લિંક છે- exams.nta.ac.in/NEET