આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પડે છે તેમાં કોઈ શંકા નથી પરંતુ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગરો સાથે મળીને દારૂ વેચે તો આખી ગુજરાત પોલીસની ખાખી વર્ધી પણ દાગ લાગે. ઘટના કઈ કેમ છે કે મહિલા કોન્સ્ટેબલ અને પોતાના સોશિયલ મીડિયા પેજ પર વાઇરલ રહેતી નીતા ચૌધરી એ બુટલેગર સાથે થાળ કારમાં દારૂનો જથ્યા સાથે લઈને જઈ રહી હતી અને આ બાબતની કચ્છ પોલીસને બાતમી મળતા તેને રસ્તા વચ્ચે જ રોકી લેવામાં આવી હતી ત્યારે આ બેફામ બનેલો બુટલેગર પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ હાલ આ બંને જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે. લોકોનું માનવું છે કે નીતા ચૌધરીની સિનિયર IPS થી માંડીને મોટા રાજકીય નેતાઓ સુધીની ઓળખાણ છે.
મળતી માહિતી પ્રમાણે નીતા ચૌધરી નામની એક મહિલા કોન્સ્ટેબલ બૂટલેગર સાથે થાર લઈને જઈ રહી હતી, સાથે દારૂનો જથ્થો પણ હતો. બાતમી પહોંચી ગઈ કચ્છ પોલીસ પાસે, એટલે વોચ ગોઠવીને રસ્તામાં જ રોકી લીધા, પણ બૂટલેગરે પોલીસકર્મી પર જ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. હવે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યાં છે, પરંતુ નીતા ચૌધરીનાં ઘણાં ચેપ્ટર ખુલ્લાં પડી ગયાં છે. નીતા ચૌધરીની સિનિયર IPSથી લઈને મોટા નેતાઓ સુધીની પહોંચ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડ્યૂટી આપવામાં આવી હતી.સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે. તેણે ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં, પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે.
નીતા ચૌધરીનો રીલ્સ બનાવવાનો શોખ આજકાલનો નથી. અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી. આ વીડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો, કારણ કે વર્દી પહેરીને કોઈ પોલીસકર્મી રીલ્સ ન બનાવી શકે. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો. વાત સસ્પેન્શન સુધી પણ પહોંચી હતી છતાં નીતા ચૌધરીના વર્તનમાં કોઈ ખાસ ફરક પડ્યો નહોતો.
પોલીસ જ્યારે વોચ ગોઠવીને રસ્તા પર ઊભી હતી ત્યારે કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સફેદ રંગની મહિન્દ્રા થારમાં આવ્યાં હતાં. આ થારની આગળ કે પાછળ નંબર પ્લેટ નથી. વળી, કાળા કાચ પર ચડાવેલા છે, જે નિયમો વિરુદ્ધ કહી શકાય. તો નીતા ચૌધરીને આવી છૂટ કોણે આપી હશે?