અમદાવાદ: ગુજરાતમાં જેઠ મહિનામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ કડીમાં સાડા 5.28 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણો ઈંચ, સાગબારામાં પોણો ઈંચ,વાલીયામાં પોણો ઈંચ,વડાલીમાં પોણો ઈંચ,મહીસાગરના વિરપુરમાં પોણો, ઉમરપાડામાં પોણો ઈંચ,નડીયાદમાં અડધો ઈંચ,કપરાડામાં અડધો ઈંચ ,મહેસાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો. તેમજ છેલ્લા 24 કલાકમાં ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો પારડી, વલસાડ, પાટણમાં અડધો અડધો ઈંચ,ખેરગામ, ડોલવણ, વડનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો. બાલાસિનોર, આંકલાવ, વડોદરામાં અડધો ઈંચ, ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા,સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.15 ટકા વરસાદ વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59 ટકા વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.97 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 13.71 ટકા વરસાદ પડી ચૂક્યો છે તેમજ 19 તાલુકામાં બે ઈંચથી સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં દસથી વીસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
આજે ક્યા જિલ્લામાં વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ સહિતમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી શકે છે.