રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવામાં સુરતમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલવાન પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ સ્કૂલવાનમાં 6 બાળકો સવાર હતા, ત્યારે સુરતના કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર સ્કૂલવાન પલટી મારી ગઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના કીમ (Keem) ઓલપાડ વિસ્તારમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ગોઝારી ઘટના (School Van Accident) સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, મુળદ પાટિયા (Mulad Patia) નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતી વખતે આ ઘટના બની હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થિની આરાધ્યા સિંગના પિતાએ કીમ પોલીસ મથકે વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બંટી નામના ઇકો વાન ચાલકે પુરઝડપે વાહન ચલાવ્યું હોવાની ફરિયાદ થઈ હતી. પોલીસે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.