રવિવારે રાત્રે ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે, માહિતી મળતા ટીમ એક્ટિવ થઈ અને શહેરના ચોપડવા પાસે સફેદ રંગનો થાર જોવા મળી હતી સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી. તેની સામે હત્યાના પ્રયાસનો અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામા આવ્યો હતો
કચ્છનાં ભચાઉ નજીક થોડા સમય પહેલા પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. નીતા ચૌધરીએ ભચાઉ સ્ટેશન કોર્ટે નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.
નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા. જો કે નીચલી કોર્ટના આ આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે ભચાઉ સેશન્સ કોર્ટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ આપેલા નીતા ચૌધરીના જામીન નામંજૂર કર્યા છે. જેથી પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે. આમ ભચાઉના અધિક સરકારી વકીલ ડી.એસ. જાડેજા અને DGP કે.સી. ગોસ્વામીએ કરેલી મહેનત ફળી છે.