મુરેના: મધ્યપ્રદેશના મુરેનામાંથી એક આત્માને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ પત્નીનું માથું કાપીને હત્યા કરી નાખી. પત્નીની લાશ ઘરના આંગણામાં પડેલી મળી આવી હતી અને તેનું કપાયેલું માથું પણ થોડે દૂર પડેલું જોવા મળ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છે અને પોલીસે આરોપી પતિ આનંદ શર્માની અટકાયત કરી છે.
આ મામલો મોરેનાના અંબાહ પોલીસ સ્ટેશન વિસ્તારના પૂથ રોડનો છે. મૃતક મહિલાની ઓળખ છાયા શર્મા તરીકે થઈ છે. તેમની ઉંમર 24 વર્ષની હતી. ઘટના અંગે તેના ભાઈએ પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાના ભાઈને અજાણ્યા સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે તેની બહેનની હત્યા કરવામાં આવી છે. તેમજ આ ઘટના પાછળનું કારણ ઘરેલું વિવાદ હોવાનું કહેવાય છે. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એફએસએલની ટીમ પણ ઝીણવટભરી તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘરના આંગણામાં ચારે તરફ લોહી દેખાય છે અને મહિલાનું ધડ અને માથું થોડા અંતરે પડેલું છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.