Anant Ambani Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા અંબાણી હાઉસ એન્ટિલિયામાં પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે અનંત અંબાણીના લગ્ન માટે 100 થી વધુ પ્રાઈવેટ જેટ બુક કરવામાં આવ્યા છે.
આવા પ્રાઈવેટ જેટને બુક કરાવવામાં ઘણો ખર્ચ થાય છે. તેની કિંમત કેટલી છે અને તેનું બુકિંગ કેવી રીતે કરવું, ચાલો જાણીએ…
અહેવાલો અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે 3 ફાલ્કન-2000 અને 100 થી વધુ પ્રાઈવેટ જેટ બુક કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રાઈવેટ જેટનું ભાડું એરક્રાફ્ટની સાઈઝ, ડેસ્ટિનેશન, ડિમાન્ડ પર આધાર રાખે છે. તેમજ માર્કેટમાં 4 થી 189 સીટ સુધીના પ્રાઈવેટ જેટ ઉપલબ્ધ છે. પ્રાઈવેટ જેટ જેટલું મોટું અને વધુ લક્ઝુરિયસ બુક કરે છે, તેટલું વધુ ભાડું. આ સાથે એક પ્રાઈવેટ જેટ બુકિંગ કંપનીની વેબસાઈટ અનુસાર, 14 સીટર Falcon 8Xની કિંમત 18 લાખ રૂપિયા છે. જ્યારે 12 સીટર ફાલ્કન 2000નું ભાડું 10 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે 8 સીટર કિંગ એર બી200નું ભાડું 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. બીજી વેબસાઈટ પર દિલ્હીથી મુંબઈ સુધીના પ્રાઈવેટ જેટનું ભાડું રૂ. 10 લાખથી રૂ. 41 લાખ છે. જેમાં ગલ્ફસ્ટ્રીમ જી200 (9 સીટર)નું ભાડું 41 લાખ રૂપિયા હતું જ્યારે કિંગ એર સી90 (6 સીટર)નું ભાડું 10 લાખ રૂપિયા હતું. પ્રાઈવેટ જેટ બુક કરવા માટે કોઈ ઓનલાઈન વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.