ગીર સોમનાથ જિલ્લામાં હાલ ડિમોલિશન (Demolition)ની કામગીરી ચાલી રહી છે. હવે આ મામલે રાજકારણ ગરમાયુ છે. ગીર સોમનાથ (Gir Somnath)માં ડિમોલિશન મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. ડિમોલિશન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ખાસ તો આ ડિમોલિશન (Demolition) કોંગ્રેસના મતવિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે વધારે રાજકારણ ઘેરું બન્યું છે.
ગીર સોમનાથમાં (Gir Somnath) ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે તંત્ર અને સ્થાનિક પંચાયત એ ગ્રામ્ય વિસ્તારમાં દબાણ ઝુંબેશ શરૂ કરી છે. જો કે, આ ઝુંબેશ સાથે જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે. લોકસભાનાં કોંગ્રેસના (Congress) ઉમેદવાર હીરાભાઈ જોટવા એ તંત્રની કાર્યવાહી પક્ષપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને જે ગામમાંથી મતો મળ્યા છે ત્યાં જ પક્ષપાતી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ સાથે તેમણે ધારાસભ્ય ભગવાન બારડ પર નિશાન સાધતા કહ્યું કે, ધારાસભ્યના ગામ બાદલપરામાં (Badalpara) આવું જ થયું છે. જો કે, બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિઓએ તેમના આ આક્ષેપને પડકાર્યો છે.
બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિ ધનસુખ વાળાએ (Dhansukh Wala) જણાવ્યું કે, ગામમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. બાદલપરામાં ગોચર સહિત દબાણો દૂર કરવા માટે અગાઉ વર્ષ 2022 માં નોટિસ પાઠવવામાં આવી હતી. બાદલપરામાં ધારાસભ્યના ભત્રીજા સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. કોંગ્રેસનાં હીરાભાઈ જોટવા મતનું રાજકારણ ન ખેલે. આ પંચાયતની કામગીરી છે જે કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયાવિહોણા છે. હીરાભાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ કરે છે.
બીજી તરફ બાદલપરા ગ્રામ પંચાયતના સરપંચે આ મામલે કહ્યું કે આ કોઈ તાત્કાલિક લેવાયેલો નિર્ણય નથી. 2022ના ઠરાવમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જે બાદ જ આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બાદલપરામાં ધારાસભ્યના ભત્રીજા સહિતના લોકોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. કોંગ્રેસનાં હીરાભાઈ જોટવા મતનું રાજકારણ ન રમે. આ પંચાયતની કામગીરી છે જે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયાવિહોણા છે. હીરાભાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ કરી રહ્યા છે.