દારૂબંધીના લેબલ લઈને ફરતા પોલીસ તંત્રના મોઢા પર તમાચો છે આ વીડિયો..રિવરફ્રન્ટ પર પોલીસની વાનમાં હત્યાનાં ગુનાનો આરોપી તેમજ પોલીસકર્મી વાનમાં બિયર પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં અમદાવાદ પોલીસની વાનમાં બેસી આરોપી તેમજ પોલીસ કર્મચારી બિયર પીતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયો સાબરમતી રિવરફ્રન્ટનો હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. આ વીડિયોનાં વાયરલ થતા પોલીસે આ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી છે.
આ વીડિયો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ પોલીસની ગાડીમાં બેઠો બેઠો બિયર પી રહ્યો છે. એટલું જ નહીં, તે વીડિયો પણ બનાવી રહ્યો છે. જણાવી દઈએ કે, પોલીસની ગાડીમાં બેફામ થઈને બિયર પીતો શખ્સ હત્યાનો આરોપી માનવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ સાથે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ગાંધીના અને કથિત દારૂબંધી ધરાવતા ગુજરાતમાંથી એક વીડિયો સામે આવ્યો છે આ કોઈ એક ઘટના નથી, આવી દરરોજ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનામાં તો ખૂબ આરોપી પોલીસની જ ગાડીમાં બિયર પીતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, તે વીડોયો તેની સાથે હાજર કોઈ વ્યક્તિ તેનો વીડિયો પણ બનાવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન થાય છે કે, શું આ પોલીસની હાજરીમાં જ થઈ રહ્યું? શું પોલીસે જ તેને બિયર આપ્યું હતું? સામાન્ય માણસ આવી હિંમત ક્યારેય ન કરી શકે તો પછી શું પોલીસ આરોપી સાથે સામેલ હતી? આવા અનેક પ્રશ્નો પોલીસ તંત્ર પર ઉભા થયા છે.