કોઇપણ શહેર રાજ્ય કે દેશ એના વિકાસના પાયામાં મુખ્ય હાથ શિક્ષણ નો હોય છે તેમજ દરેક વ્યક્તિ કોઈ પણ જાતના આર્થીક ભારણ કે બોજ વગર શિક્ષા પ્રાપ્ત કરી શકે એ દરેક સરકારનો દરેક દેશનો મુખ્ય ઉદેશ્ય હોય છે કેમકે શિક્ષણ પ્રાપ્ત કરવું એ વ્યક્તિનો કાયદાની જોગવાઈ મુજબ આપેલો પ્રથમ અધિકાર છે અને એમાં યોગ્ય કામ કરું એ સરકાર ની ફરજ છે દેશ કેવી રીતે આગળ વધશે એની વ્યાખ્યા માત્ર ને માત્ર અભ્યાસ થી નક્કી થાય છે પરંતુ ઘણીવાર પાયાની જરૂરિયાતો માં એ હદના ફેરફાર કરવામાં આવે છે કે એમ થાય કે ઈમારત ના પાયજ નબળા હશે તો આ વિકાસ ને રૂંધાતા વાર નહિ લાગે
ગુજરાતમાં જે GMERS મેડિકલ કોલેજ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત મા NSUI દ્વારા GMERS કોલેજમાં ગુજરાત NSUI દ્વારા વિરોધનો કાર્યક્રમ હતો તેના ભાગરૂપે મોરબી GMERS કોલેજ ખાતે NSUI દ્વારા ગુજરાતપ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ની અધ્યક્ષતા માં આક્રમક વિરોધ પ્રદર્શન અને કેમ્પસઘેરાવ કરવામાં આવ્યો ત્યારે પોલીસે પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસોલંકી તથા પ્રદેશ NSUI મંત્રી કુ લદિપસિંહજાડેજા,મોરબીજિલ્લા NSUI ના પ્રમુખ ભાવનિક મુંચડિયા , મોરબીજિલ્લા NSUI ના ઉપપ્રમુખ રાજ ટુંડીયા,સમીર ચૌહાણ,બ્રિજરાજસિંહ રાણા ,આર્યનભાઈકનેરિયા,ઉકેશ રબારી ની અટકાયત કરવામાં આવી
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડના કેપીટલ ખર્ચે 13 જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી. પરંતુ ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીસમાં રાતોરાત વધારો કરી દીધો હતો. આ એ બાબત દર્શાવે છે કે, શિક્ષણની મોટી-મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી.આ ફી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષીક ફીસ 3.30 લાખથી વધારી 5.50 લાખ કરી, જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષીક ફી 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી. તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષીક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આજે એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોરબીમાં વિરોધ કરતા અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તો મોરબી વડોદરા અમદાવાદ સહીત અનેક જિલ્લામાં પણ એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને જોતા તમામ મેડિકલ કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો