તાજેતરમાં રાહુલ ગાંધીએ સદનમાં ભાજપને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ભાજપને માત આપશે. તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ (Congress) મેદાને આવ્યું છે. માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી (Morbi) ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ ન્યાય યાત્રા (Nyay Yatra) મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યાર બાદ અમદાવાદ (Ahmedbad) થી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું.
ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાહુલ ગંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી તરફ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Fire) આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. માહિતી મુજબ, ACB એ સાગઠિયાએ મંજૂર કરેલી TP સ્કીમ સંબંધિત તમામ વિગતો માગી છે. ACB માહિતી માંગતા બિલ્ડર લોબીમાં (Builder Lobby) ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક બિલ્ડરનાં પ્લાન નિયમ વિરુદ્ધ મંજૂર કર્યા હોવાની ચર્ચા વચ્ચે બિલ્ડર લોબીમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બિલ્ડરો સાથે વેપાર કરતા સોની વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. કયો પ્લાન્ટ કયાં કન્સલ્ટન્ટ દ્વારા મૂકવામાં આવ્યો તેની પણ વિગત માંગવામાં આવી છે.