Ahmedabad Vadodara Highway Accident: ગુજરાતના આણંદ જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. તે જ સમયે, 8 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જેમની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં 6 લોકો કચડાઇ જતાં તેમના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.