હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે. મહારાષ્ટ્રથી કેરળ સુધી ટ્રફ દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે.
છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
મોટા શહેરોમાં વરસાદ પડશે
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યનાં તમામ જીલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં વરસાદ પડશે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રના મુંબઇ સહિત ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે આજે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ એટલે કે 15 જુલાઈથી 20 જુલાઈ સુધી વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત માથે એક સાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ત્રીજા દિવસે એક્ટિવિટી વધતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રવિવારે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.