અમરેલી જિલ્લામાં નકલી ઘી પડકાયા બાદ હવે નકલી જંતુનાશક દવા બનાવવાની ફેકટરી ઝડપાઈ છે. આ કારખાનામાં નકલી દવા બનાવતા એક શખ્શને ઝડપી લઈ રૂ.૧૨.૮૮લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમરેલી જિલ્લામાં બનાવટી ઘી બનાવવાનુ કારખાનુ થોડા દિવસો પહેલા લિલીયાના પીપળવા ગામે થી ઝડપી લીધુ હતું .ત્યારે અમરેલી સાવરકુંડલા બાયપાસ પાસેથી અમરેલી એસઓજી એ બનાવટી જંતુનાશક દવા બનાવાની ફેક્ટરી ઝડપી હતી અને એક આરોપી ને અમરેલી એસઓજી દબોચી લિધો હતો .
પ્રાપ્ત જાણકારી મુજબ પૂર્વ બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી.એ ડુપ્લીકેટ જંતુનાશક દવાની ફેકટરી જડપી પાડી હતી ને જંતુનાશક દવા બનાવવામાં વપરાતા કેમિકલ, સ્ટીકર સહિતના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડયો હતો. આ શખ્સનું નામ અલ્કેશ ભાનુ ચોડવડિયા છે. ખેડૂતોને છેતરવાના ઇરાદે અમરેલીના શખ્સે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવીને ખેડૂતોને પધરાવતો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અહીંથી બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો અને જંતુનાશક દવા બનાવવાની સાધન સામગ્રી માં જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત 12 લાખ 39 હજાર અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવા બોટલો સિલ કરવાના અલગ અલગ સાત મશીનો 49 હજાર માં એમ કુલ 12 લાખ 88 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે અમરેલી એસ.ઓ.જી.એ જડપી ને જંતુનાશક દવાઓ બનાવવાની ફેકટરી સંચાલક અલ્કેશ ચોડવડિયાને જડપી પાડીને અમરેલી Dysp ચીરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જંતુનાશક દવાની ફેકટરી સાથેના આરોપીની વિગતો જણાવી હતી.