Chandipura Virus: રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસ(chandipura virus) ના કેશોમા દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. તેમજ મૃત્યુઆંક વધીને 16 થયો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા તેમજ રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ત્યારે જામનગરમાં પણ આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે.
હેલ્પલાઇનનંબર જાહેર
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તબીબોના નિદાન મુજબ પ્રવર્તમાન જોવા મળતા કેસમાં વાયરલ એન્કેફેલાઇટીસના કેસ હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે જેના લક્ષણો ચાંદીપુરને મળતા આવે છે. માટે આ વાયરલના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીને સધન સારવાર માટે મેડિકલ કોલેજ અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરાવવાનો અનુરોધ કર્યો હતો.