Chandipura Virus: રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસ(chandipura virus) ના કેશોમા દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે. કાલે રાજકોટ(Rajkot)માં 3, અમદાવાદ(Amedabad)માં 2 અને પંચમહાલ(Panch Mahal) જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસ(chandipura virus) ના કુલ કેસની સંખ્યા વધીને 30 થઈ છે. મૃત્યુઆંક વધીને 15 થયો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા તેમજ રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ત્યારે જામનગરમાં પણ આ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર જિલ્લામાં આ જીવલેણ વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી સારવાર લઈ રહેલા એક બાળક દર્દીનું મોત નિપજ્યું છે. ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા તે બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ નવા ત્રણ દર્દીમાંથી એક બાળ દર્દીનું મોત નિપજપ્યું છે. આ બાળક કાલાવડનો હોવાનું સામે આવ્યું છે. બાકીના 4 દર્દીઓ હાલ હોપ્રિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. ત્યારે જામનગરમાં ચાંદીપુરાના વધતા જતા કહેરથી લોકોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.
મળતા આંકડા પ્રમાણે, ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે. જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં 6 સેમ્પલ નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસ પોઝીટીવ નોંધાયો છે. આ સાથે અન્ય એક અગત્યની માહિતી સામે આવી છે કે, ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે.