દેશની રાષ્ટ્રીય કુત બેન્ક એટલે કે બેન્ક ઓફ બરોડાના 117 વર્ષ પુણ થવાની ઉજવણી ને લઇને દેશ ભરમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 117 વર્ષ પુર્ણથવાની ખુશીમાં અમદાવાદમાં પણ રેલી તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ રેલીમાં બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ, કર્મચારીઓ અને BOBના ગ્રાહકો પણ જોડાયા હતાં
20 જુલાઇ 2024ના રોજ બેન્ક ઓફ બરોડાના 117 વર્ષ પુણ થયા છે તેમજ 117 વર્ષ પુર્ણ થવાની ખુશીમાં વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કર્મચારી તેમજ મોટા અધિકારીઓ હાજર રહ્યા છે. તેમજ આ કાર્યકરની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું….શહેરના જાણીતા એવા લો ગાર્ડન પાસેના વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ માટે રેલીનું સવારે 6 વાગ્યાથી આયોજન કર્યું હતું..
તારીખ 19ના રોજ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. વૃક્ષારોપણનું પાછળનું કારણ લોકોમાં તેમજ શહેરમાં પયાર્વન પ્રત્યે જાગૃતિ ફેલાવાનો હતો..તેમજ હાલમાં વધી રહેલી ગરમીના પ્રમાણેને ધટાદવા માટે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં bobના જનરલ મેનેજરએ પર પોતાની હાજરી આપી હતી.
તેમજ કેવાય છે કે bob દેશની અગ્રણી બેક છે અને સામાન્ય નાગરીકોના સપનાઓને પુર્ણ કરે છે. માત્ર અમદાવાદ નહિં દેશભરના અનેક શહેરોમાં 117 વર્ષ પુર્ણ થવા પર અનેક વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે..
આ કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા પ્રમુખ અશ્વિનીકુમાર કહ્યું કે તેમને 19 જુલાઇએ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમને આ કાર્યક્રમમાં 1000થી વધુ વુક્ષોનું રોપણ કર્યું હતું. આ સાથે આજે એટલે કે 20મી જુલાઇએ રોડસોનું પન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્વુત પામેલા અધિકારી પણ જોડાયા હતાં. તેમજ તેમણે આવનાર સમયમાં કાર્યક્રમોની જાણકારી આપી હતી.