Gujarat Weather Update: રાજયમાં મેધરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે હાલ રાજયમાં દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે. આવામાં હવામાન વિભાગની આગામી 7 દિવસની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં આજથી પાંચ દિવસ અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે 20મી જુલાાઇએ સુરત, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદના રેડ એલર્ટ સાથે અંત્યત ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે 21મી જુલાઇના રોજ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.
22મી જુલાઇએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે.
23મી જુલાઇએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.
24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.
તેમજ 25મી જુલાઇએ રાજયના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે