VIDEO: વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો માનવ વસતિની વચ્ચે વસવાટ કરે છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યે જ જોવા મળતો મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. આજે (22 જુલાઈ) સવારે નદી કિનારે ફરી રહેલા કૂતરાનો એક મહાકાય મગરે શિકાર કર્યો હતો. વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો શિકાર બનાવી લીધો હતો.
શહેરના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કદીક જ જોવા મળતા મગરના હુમલાનો વીડિયો સામે આવ્યો છે. મહાકાય મગરે નદી કિનારે ફરી રહેલા એક કૂતરા પર તરાપ મારી પોતાના મુખનો કોળિયો બનાવી દીધો હતો. એક સ્થાનિક યુવકે મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. મહત્ત્વનું છે કે, વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે. હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે. નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે, જેના કારણે નદીમાં વસવાટ કરતા 300થી વધારે મગર, ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબા તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને મળેલી ભેટ છે. જો કે માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. શિયાળો પૂરો થતા મગરનો પ્રજનન કાળ શરૂ થાય છે. ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે. આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈપણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ.
નદી કિનારે શું સાવચેતી રાખવી?
તમને જણાવી દઇએ કે જે પણ નદી કે તળાવમાં મગર તો ત્યાં જવું નહીં તેમજ નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા, આ સાથે ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું તેમજ વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા