Dwarka NDRF Rescue: ગુજરાત(Gujarat)માં છેલ્લા ધણા સમયથી મેધરાજા મહેર વરસાવી રહ્યા છે ત્યારે દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.તેમજ આવા સમયે દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે.મળતી માહિતી પ્રમાણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે. જેમાંથી રેસ્ક્યુ માટે NDRF ની ટીમ બચાવકાર્ય માં લાગી છે.
દ્વારકા(Dwarka)માં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તેમજ આવામાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ઘડેચી ગામેથી આજે બપોરે ૧૫ વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે એનડીઆરએફના જવાનોની એક કુમુકને બોટ સાથે ઘડેચી ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં સીમમાં આવેલા ઘરોમાં ફસાયેલા ૬ પુરુષો, ૫ મહિલાઓ અને ચાર બાળકોને એન.ડી.આર.એફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.