Gujarat Weather Update: રાજયમાં મેધરાજા ધમાકેદાર બેટીગ કરી રહ્યા છે એડલે કે રાજયમાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાજય કેટલાય તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ અપાયું છે.
આજે રાજ્યના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
24 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અને અમરેલીમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 25 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે પણ અતિભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સુરતમાં 8.74 ઇંચ વરસાદ બાદ શહેરભરમાં જળબંબાકાર સર્જાયો હતો. તો દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ અને માણાવદરમાં 15 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો…